પાકિસ્તાનમાં ટોળાથી ઘેરાયેલી મહિલાને પોલીસ અધિકારીએ કેવી રીતે બચાવી?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં મહિલા પોલીસ અધિકારીએ હિંસક ભીડ સામે કેવી રીતે બચાવ્યાં મહિલાને?
પાકિસ્તાનમાં ટોળાથી ઘેરાયેલી મહિલાને પોલીસ અધિકારીએ કેવી રીતે બચાવી?
પ્રકાશિત

પાકિસ્તાનમાં ધર્મ કે પયગંબર હઝરત મહમદના અપમાનના આરોપમાં કોઈ વ્યક્તિ પર ટોળું હુમલો કરે એ કોઈ નવી વાત નથી.

રવિવારે લાહોરમાં અછરાબજાર વિસ્તારમાં કેટલાક લોકોએ એક મહિલા પર ઈશનિંદાનો આરોપ લગાવીને તેને ઘેરી લીધી.

આ ગુસ્સે ભરાયેલી ભીડનો આરોપ હતો કે મહિલાએ જે પોશાક પહેર્યો હતો તેના પર ‘કુરાનની આયતો લખેલી છે.’

સ્થિતિ વણસતાં આ મહિલાએ લાહોર પોલીસ સ્ટેશન પાસે મદદ માગી. પછી એએસપી ગુલબર્ગ સયદાબાનો નકવી તરત જ ઘટનાસ્થળે પહોંચ્યાં અને સ્થિતિને થાળે પાડી.

તેમણે સ્થાનિક ઉલેમાની મદદથી ભીડને સમજાવી અને ટોળાની ધાર્મિક લાગણીઓને નિયંત્રિત કરી. તેમણે એ મહિલાને પણ ભીડ વચ્ચેથી સુરક્ષિત બહાર કાઢી. પછી તેમણે આ ગંભીર મામલાને સ્થાનિક ધર્મગુરુઓની મદદથી કેવી રીતે ઉકેલ્યો, જુઓ આ વીડિયોમાં

એએસપી ગુલબર્ગ સયદાબાનો નકવી
બીબીસી
બીબીસી