Gujarat Rain : ગુજરાતમાં કેટલા દિવસ સુધી પડશે ભારે વરસાદ, કયા જિલ્લામાં વરસાદનું જોર વધશે?
રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
24 જુલાઈ સુધી ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી પૂરતો વરસાદ પડી રહ્યો ન હતો.
જોકે, 24 જુલાઈના રોજ ગુજરાતના 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. કેટલાંક સ્થળોએ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
બોરસદ, વડોદરા, નર્મદા, પાદરા, ભરૂચ જેવા તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો.
બોરસદમાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વડોદરા જિલ્લાના વડોદરા અને પાદરા તાલુકામાં આઠ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના તિલકવાળા તાલુકામાં પણ આઠ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. ભરૂચ તાલુકામાં પણ સાત ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદને કારણે કેટલાક જિલ્લામાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા, ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી. અતિભારે વરસાદને પગલે વિસ્તારમાં જનજીવનને વ્યાપક અસર પહોંચી છે.
ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા અને ભરૂચ જિલ્લા કલેકટરે શાળાઓમાં ગુરુવારની રજાની જાહેરાત કરી હતી. સુરત જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને કારણે આશરે એક હજાર 300થી વધારે વ્યક્તિઓને રેસક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તહેનાત કરવામાં આવી હતી અને બચાવ કાર્ય કરાયું હતું.
હજી કઈ જગ્યાએ સિસ્ટમ સક્રિય છે? કયા વિસ્તારોમાં વરસાદનીઆ આગાહી છે? જુઓ વીડિયો
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સિદ્ધાંત કેજરીવાલ

ઇમેજ સ્રોત, Getty Images



