ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પહેલાં વરસાદી માહોલ, આજથી ચાર દિવસ કયા જિલ્લામાં વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ડાંગ જિલ્લામાં 1.73 ઇંચ વરસાદ પડી ગયો છે. આ ઉપરાંત ગીર સોમનાથ અને તાપીમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે. કચ્છમાં હવામાન સુકૂં છે જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ હળવો વરસાદ પડ્યો છે.
હાલમાં રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે અને ગુજરાતમાં પણ ચોમાસાની વિદાયની તૈયારી છે. આગામી દિવસોમાં મુંબઈ, થાણે અને વિદર્ભમાં વરસાદની આગાહી છે તેથી દક્ષિણ ગુજરાતમાં પણ અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે.
પૂર્વ વિદર્ભ અને પડોશના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ સુધી અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે દક્ષિણ-પશ્ચિમ દિશામાં આગળ વધે છે.

ઇમેજ સ્રોત, IMD
ગુજરાતમાં અત્યાર સુધીમાં 108 ટકા કરતા વધારે વરસાદ પડી ગયો છે.
તેમાં કચ્છમાં સૌથી વધારે 136 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશની તુલનામાં 119 ટકા વરસાદ થયો છે.
પૂર્વ મધ્ય ગુજરાતમાં 110 ટકાથી વધારે અને દક્ષિણ ગુજરાતમાં 111 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં આ વખતે અત્યાર સુધીમાં વરસાદની ઘટ છે. છેલ્લી સ્થિતિ મુજબ સૌરાષ્ટ્રમાં લગભગ 94 ટકા વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં ચોમાસાની વિદાય ક્યારે થશે?
ગુજરાતમાં આ વર્ષે અધિકારિક રીતે આજથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે દેશમાં તેના નિર્ધારિત સમય કરતાં ચોમાસાની વિદાયની શરૂઆત વહેલી થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર ચોમાસાની વિદાયની અધિકારિક તારીખ છે પરંતુ આ વર્ષે 14 સપ્ટેમ્બરના દિવસથી રાજસ્થાનમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ હતી.
ગુજરાતમાં 20 સપ્ટેમ્બરના રોજ અધિકારિક રીતે ચોમાસાની વિદાય થતી હોય છે પરંતુ આ વખતે 16 સપ્ટેમ્બરના રોજથી રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 16 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા બંને જિલ્લા અને પાટણના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું પૂરું થયું છે. હવે રાજ્યના બીજા વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થશે.
જોકે, તમામ વિસ્તારોમાંથી ચોમાસું ઝડપથી પૂરું થાય તેની શક્યતા ઓછી છે, કારણ કે હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદ પડશે.
ગુજરાતમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ લેતું હોય છે. તેમ છતાં પણ ઘણી વખત ચોમાસું પૂરું થયા બાદ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ?

ઇમેજ સ્રોત, gsdma
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 16 સપ્ટેમ્બરે ગુજરાતમાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવો વરસાદ થઈ શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
17 સપ્ટેમ્બર, બુધવારે પણ કેટલાક જિલ્લામાં યલો એલર્ટ છે. તે પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળે હળવો વરસાદ પડી શકે છે.
18 સપ્ટેમ્બર, ગુરુવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંત ગુરુવારે છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા,ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ થઈ શકે છે.
19 સપ્ટેમ્બર, શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા,ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આકાશ મોટા ભાગે સ્વચ્છ રહેશે. છતાં ક્યાંક હળવો વરસાદ પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























