ગુજરાત નજીક ઊભી થયેલી સિસ્ટમને કારણે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે?
મધ્યભારતમાં એક ડિપ્રેશનની સ્થિતિ સર્જાઈ છે જે આગળ વધીને નબળી પડશે જેથી ગુજરાત પર કોઈ સીધી અસર થાય તેવી શક્યતા નથી.
હવામાન ખાતા પ્રમાણે આગામી બે દિવસ સુધી આવી સ્થિતિ જળવાઈ રહે તેવી શક્યતા છે.
18મી જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં કેટલાંક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહે તેવી આગાહી છે.
20 તારીખ પછી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વધુ સક્રિય થઈ શકે છે.
ગુજરાતમાં ગુરુવાર સુધીમાં મૌસમનો કુલ 51 ટકા વરસાદ વરસી ગયો છે. છેલ્લા 24 કલાકમાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં સૌથી વધુ 18 મીમી વરસાદ નોંધાયો છે.
કચ્છ રિજનમાં સિઝનનો 58.46 ટકા, ઉત્તર ગુજરાત રિજનમાં સિઝનનો 48.02 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં સિઝનનો 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં સિઝનનો 49.36 તથા દક્ષિણ ગુજરાત રિજનમાં સિઝનનો 55.22 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં અત્યારસુધી સૌથી વધુ વરસાદ બોટાદ જિલ્લામાં પડ્યો છે. બોટાદમાં સિઝનનો 80.55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આગળ કેવું રહેશે વાતાવરણ? તે જાણો આ વીડિયોમાં.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : અવધ જાની

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



