નેપાળમાં 72 લોકોને લઈ જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું
નેપાળમાં 72 લોકોને લઈ જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું

ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
નેપાળના પોખરામાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકની નજીક યેતિ ઍરલાઇન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યાનુસાર દુર્ઘટનાસ્થળ પરથી અત્યાર સુધીમાં 68 મૃતદેહ મળ્યા છે.
નેપાળના સિવિલ એવિએશન ઑથૉરિટીના પ્રવક્તા જગન્નાથ નિરુલાના જણાવ્યા અનુસાર, બચાવ ટીમ દુર્ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેઓ કહે છે, "હવે અમે વધુ માહિતી એકઠી કરી રહ્યા છીએ, બચાવકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે."
નોંધનીય છે કે વિમાનમાં પાંચ ભારતીયો પણ હતા, આ સમગ્ર મામલાની તપાસ માટે નેપાળની સરકારે પાંચ સભ્યોની તપાસ સમિતિ બનાવી છે.





