Gujarat Heavy Rain : સૌરાષ્ટ્ર-કચ્છ પરથી આગળ વધીને સિસ્ટમ વાવાઝોડું બનશે, ક્યાં વધશે પવનની ગતિ?

Gujarat Heavy Rain : સૌરાષ્ટ્ર-કચ્છ પરથી આગળ વધીને સિસ્ટમ વાવાઝોડું બનશે, ક્યાં વધશે પવનની ગતિ?
પ્રકાશિત

હવામાન વિભાગે નવી આગાહી કરતાં કહ્યું છે કે ગુજરાત પર ધીરેધીરે આગળ વધી રહેલી સિસ્ટમ હવે વાવાઝોડું બની જશે. આગાહી પ્રમાણે જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ તો ગુજરાત પાસેના દરિયામાં આ વર્ષનું આ પ્રથમ વાવાઝોડું હશે.

ગુજરાતમાં હાલ દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને દરિયાકિનારાના વિસ્તારો તથા બીજા વિસ્તારોમાં ખૂબ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.

બંગાળની ખાડીમાંથી લૉ-પ્રેશર એરિયા બનીને આગળ વધેલી આ સિસ્ટમ મધ્ય પ્રદેશ પર આવીને તીવ્ર બની હતી અને ડિપ્રેશનમાં ફેરવાઈ હતી. જે બાદ રાજસ્થાન પર પહોંચીને તે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ હતી.

આ સિસ્ટમ ગુજરાત પર ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહી છે અને તેને અરબી સમુદ્રમાંથી વિપુલ પ્રમાણમાં ભેજ મળી રહ્યો છે. જેના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનો સામનો કરવો પડ્યો છે.

જોકે, આ સિસ્ટમ વાવાઝોડું બનશે તો દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી અને પોરબંદર જિલ્લામાં પવનની ગતિ વધવાની સંભાવના દેખાઈ રહી છે.

જાણો આ અહેવાલમાં કે વાવાઝોડાને કારણે ગુજરાતમાં ક્યા વરસાદ પડી શકે છે....

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.