ગુજરાત પરથી ગયેલા અસના વાવાઝોડાનું શું થયું? હવે ક્યાં પડશે અતિભારે વરસાદ?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
ગુજરાત પરથી ગયેલા અસના વાવાઝોડાનું શું થયું? હવે ક્યાં પડશે અતિભારે વરસાદ?
પ્રકાશિત

ગુજરાતમાં હવામાન વિભાગે ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, તાજેતરમાં જ આવેલા અત્યંત ભારે વરસાદ અને તેની પૂરની સ્થિતિમાંથી ગુજરાત બેઠું થાય તે પહેલાં જ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે.

ગત અઠવાડિયે સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી આગળ વધીને જે સિસ્ટમ અરબી સમુદ્રમાં અસના વાવાઝોડું બની હતી, તેના કારણે ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી.

હવે બંગાળની ખાડીમાં સર્જાયેલું લૉ-પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું અને તે બાદ તે આંધ્ર પ્રદેશ પરથી આગળ વધીને મહારાષ્ટ્ર પર પહોંચ્યું છે અને તેની અસર આજથી ગુજરાત પર થવાની શરૂ થઈ છે.

આ ડીપ્રેશનની અસરને કારણે આ આખું અઠવાડિયું રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે.

વીડિયોમાં જુઓ આજે ક્યાં પડશે વરસાદ?

ગુજરાતમાં ભારે વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં હવે ક્યાં પડશે ભારે વરસાદ

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.