ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે, આગામી દિવસોમાં ક્યાં, કેટલો વરસાદ પડશે?
સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર ચોમાસાની વિદાયની અધિકારિક તારીખ છે પરંતુ આ વર્ષે 14 સપ્ટેમ્બરના દિવસથી રાજસ્થાનમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ હતી.
ગુજરાતમાં 20 સપ્ટેમ્બરના રોજ અધિકારિક રીતે ચોમાસાની વિદાય થતી હોય છે પરંતુ આ વખતે 16 સપ્ટેમ્બરના રોજથી રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 16 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા બંને જિલ્લા અને પાટણના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું પૂરું થયું છે. હવે રાજ્યના બીજા વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થશે.
જોકે, તમામ વિસ્તારોમાંથી ચોમાસું ઝડપથી પૂરું થાય તેની શક્યતા ઓછી છે, કારણ કે હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદ પડશે.
ગુજરાતમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ લેતું હોય છે. તેમ છતાં પણ ઘણી વખત ચોમાસું પૂરું થયા બાદ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડશે? વિશેષ વિગત માટે જુઓ આ વીડિયો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



