ગુજરાતના હવામાનમાં બે ફેરફાર, આ વિસ્તારોમાં વધશે વરસાદનું જોર, ક્યાં પડશે ભારે વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ વધશે, હવામાનમાં ફેરફારની શું છે આગાહી?
ગુજરાતના હવામાનમાં બે ફેરફાર, આ વિસ્તારોમાં વધશે વરસાદનું જોર, ક્યાં પડશે ભારે વરસાદ?
પ્રકાશિત

શુક્રવારે ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડ્યો જ્યારે કે કચ્છમાં વાતાવરણ કોરું જોવા મળ્યું.

શનિવારે એટલે કે આજે રાજ્યમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કેટલાંક સ્થળોએ સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ છુટોછવાયો વરસાદ પડી શકે છે. દમણ અને દાદરા નગર હવેલી સંઘપ્રદેશોમાં પણ વસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં- સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ અને કચ્છ તથા દીવ સંઘપ્રદેશમાં પણ વરસાદની સંભાવના છે.

જે પૈકી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ જ વિસ્તારોમાં રવિવારે પણ સામાન્યથી ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વધશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહી પ્રમાણે ગુજરાતના હવામાનમાં આવનારા દિવસોમાં ફેરફાર થશે. આની ચોમાસા પર શું અસર પડશે એ સમજો નકશાની મદદથી આ વીડિયોમાં વીડિયો : દીપક ચુડાસમા ઍડિટ : અવધ જાની.

ચોમાસું, વરસાદ, ગુજરાત, બીબીસી ગુજરાતી, હવામાન સમાચાર, હવામાન વિભાગ, પાણી, રેલ, દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન