ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપ છોડ્યા બાદ કેજરીવાલ પર કયા આરોપ મૂક્યા?
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપ છોડ્યા બાદ કેજરીવાલ પર કયા આરોપ મૂક્યા?
પ્રકાશિત
રાજકોટના જાણીતા અમીર નેતા ઇન્દ્રનીલ રાજગુરુ પણ આમ આદમી પાર્ટી સાથે જ હતા. જે દિવસે કેજરીવાલે ઈસુદાનને સીએમ ચહેરો બનાવ્યો, તે જ દિવસે તેઓ કૉંગ્રેસમાં જોડાઈ ગયા.
ઇન્દ્રનીલ રાજગુરુ આ પહેલાં પણ કૉંગ્રેસમાં હતા. 2012માં તેઓ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ જીત્યા હતા.
શનિવારના રોડ શોની તમામ તૈયારીઓ ઇન્દ્રનીલ રાજગુરુના નીલ રિસૉર્ટમાં ચાલી રહી હતી. રિસૉર્ટ હોલમાં આખી દીવાલ આમ આદમી પાર્ટીના ચૂંટણી ચિન્હથી ઢંકાયેલી હતી.
અહીં કામ કરતા લોકોએ જણાવ્યું કે શનિવારે આખો રિસૉર્ટ બુક થઈ ગયો હતો, પરંતુ અચાનક સ્થિતિ બદલાઈ ગઈ.
ત્યાર બાદ શું થયું? જાણીએ આ વીડિયો અહેવાલમાં.





