ગુજરાત હવામાન : અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ કઈ તરફ આગળ વધશે?
અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે તો શું આ સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાશે? ગુજરાતના હવામાન પર આની શું અસર થશે? સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ જોવા મળી રહ્યું છે. તો કયા પવનો ગુજરાતના હવામાનને અસર કરી શકે છે? તે વિશેની સંપૂર્ણ વિગતો જાણો આ વીડિયો અહેવાલમાં.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી સમયમાં વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગની વેબસાઇટ પર જે સેટેલાઇટ તસવીરોમાં જોવા મળે છે તેના આધારે ઠંડીનું પ્રમાણ પણ ત્યારે વધશે જ્યારે 11 ડિસેમ્બર આસપાસ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી ઉત્તર ભારત પહોંચશે અને ત્યાં હિમપ્રપાત પછી તેની અસરને કારણે ઠંડા પવનો ગુજરાત પહોંચશે અને ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતાં તાપમાનનો પારો નીચે જશે.
અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આગામી પાંચથી સાત દિવસ સુધીમાં ગુજરાતમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા સેટેલાઇટ તસવીરોના આધારે નહીં હોવાનું કહી શકાય છે.

ઇમેજ સ્રોત, Getty Images





