ઇંદિરા ગાંધીને ગોળી વાગ્યા બાદ એઇમ્સમાં લઈ જવાયાં ત્યારે શું માહોલ હતો?

વીડિયો કૅપ્શન, દિલ્હી એઈમ્સના પ્રથમ મહિલા ડિરેકટર ડૉકટર સ્નેહ ભાર્ગવ એ દિવસને કેવી રીતે યાદ કરે છે?
ઇંદિરા ગાંધીને ગોળી વાગ્યા બાદ એઇમ્સમાં લઈ જવાયાં ત્યારે શું માહોલ હતો?
પ્રકાશિત

"અમને કંઈ પણ ખબર ન હતી કે ઇંદિરા ગાંધીને એઇમ્સમાં લવાઈ રહ્યાં છે. ઇંદિરા ગાંધીને જ્યારે એઇમ્સમાં લાવવામાં આવ્યાં ત્યારે તેઓ લોહીથી લથપથ હતાં. ગોળીઓની તો કોઈ ગણતરી થઈ શકે એમ ન હતી."

આ શબ્દો દિલ્હી એઇમ્સનાં પ્રથમ મહિલા ડિરેકટર ડૉક્ટર સ્નેહ ભાર્ગવના છે.

ડૉક્ટર સ્નેહ ભાર્વગે તાજેતરમાં એક પુસ્તક લખ્યું છે, જેનું નામ છે 'ધ વુમેન હુ રેન એઇમ્સ'. આ પુસ્તકમાં એમણે એ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે જ્યારે પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને ગોળી વાગ્યા બાદ એઇમ્સમાં લાવવામાં આવ્યાં હતાં.

'ધ વુમેન હુ રેન એઇમ્સ' પુસ્તકમાં એ દિવસનો ચિતાર આપવામાં આવ્યો છે.

અતીતમાં પાછા ફરીને ડૉક્ટર સ્નેહ ભાર્ગવ એ દિવસને કેવી રીતે યાદ કરે છે?

જ્યારે ઇંદિરા ગાંધીને એઇમ્સ લવાયાં ત્યારે એમની શું સ્થિતિ હતી? કેવો માહોલ હતો? સોનિયા ગાંધીની મનો:સ્થિતિ શું હતી? એઇમ્સમાં આગામી વડા પ્રધાન વિશે કોનું નામ ચર્ચાયું હતું?

આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે જુઓ આ વીડિયો.

દિલ્હી એઇમ્સનાં પ્રથમ મહિલા ડિરેકટર ડૉક્ટર સ્નેહ ભાર્ગવન
ઇમેજ કૅપ્શન, દિલ્હી એઇમ્સનાં પ્રથમ મહિલા ડિરેકટર ડૉક્ટર સ્નેહ ભાર્ગવ

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન