ત્રણ દેશો પર ત્રાટકવા જઈ રહેલું વાવાઝોડું ભારત પર કેવી અસર કરશે?
ભારતથી સેંકડો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગર, ફિલિપાઇન્સ સાગર અને દક્ષિણ ચીન સાગરમાં આ મહિનાઓ દરમિયાન ખતરનાક વાવાઝોડાં સર્જાતાં હોય છે અને એમાં કેટલાંક વાવાઝોડાની અસર ભૂતકાળમાં ભારત સુધી પણ થયેલી છે.
હાલ ફિલિપાઇન્સની પાસે એક 'યાગી' નામનું વાવાઝોડું સર્જાયું છે અને તે હવે 'સુપર ટાઇફૂન' બને તેવી સંભાવના છે. જેના લીધે એક કરતાં વધારે દેશોને તેની અસર થવાની સંભાવના છે.
ભારતના દરિયામાં સર્જાતાં વાવાઝોડાંને અંગ્રેજીમાં 'સાયક્લૉન' કહેવામાં આવે છે. જ્યારે જાપાન, ચીન, ફિલિપાઇન્સ પર ત્રાટકતાં વાવાઝોડાં અને પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાતાં વાવાઝોડાંને અંગ્રેજીમાં 'ટાયફૂન' કહેવામાં આવે છે. અમેરિકાની આસપાસ સર્જાતાં વાવાઝોડાંને અંગ્રેજીમાં 'હરિકેન' કહેવામાં આવે છે.
યાગી નામનું આ વાવાઝોડું ફિલિપાઇન્સ પર ત્રાટકી ગયું છે અને હવે આગળ વધીને તે ચીન પર ત્રાટકશે અને કદાચ તેની અસર ભારત સુધી પહોંચે તેવી શક્યતા ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કરી છે.
યાગી નામના આ વાવાઝોડાની ભારત પર કેવી અસર થશે? જાણો આ વીડિયો અહેવાલમાં.....

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



