મોરબી દુર્ઘટના : 'કોઈનો હાથ ઝાલીને, તો કોઈને ખભે ઊંચકીને બહાર કાઢ્યા', બાળકોના જીવ બચાવનાર યુવક

વીડિયો કૅપ્શન, યુવકે પુલ તૂટ્યા પછી શું થયું અને કેવી રીતે લોકોને બચાવ્યાં તે બીબીસીને જણાવ્યું
મોરબી દુર્ઘટના : 'કોઈનો હાથ ઝાલીને, તો કોઈને ખભે ઊંચકીને બહાર કાઢ્યા', બાળકોના જીવ બચાવનાર યુવક
પ્રકાશિત

મોરબી દુર્ઘટનામાં જ્યારે પુલ તૂટ્યો ત્યારે સ્થાનિક તંત્ર આવે એ પહેલાં સ્થાનિક લોકો બચાવ માટે દોડી આવ્યા હતા.

અનેક લોકોએ પાણીમાં પડીને જીવના જોખમે બાળકો સહિત અનેક લોકોના જીવ બચાવ્યા હતા.

હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક યુવકે 20થી 30 નાનાં બાળકોને બચાવ્યાં છે. પછી મોટા લોકોને પણ બચાવ્યા હતા. કોઈનો હાથ પકડીને, તો કોઈને ખભે ઊંચકીને બહાર કાઢ્યા હતા.

બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનો રિપોર્ટ.

બીબીસી
બીબીસી