USA : ટૅક્સાસમાં 45 મિનિટમાં જ નદીનું જળસ્તર 26 ફૂટ વધ્યું, લોકોની હાલત કેવી થઈ?

વીડિયો કૅપ્શન, USA : ટૅક્સાસમાં 45 મિનિટમાં જ નદીનું જળસ્તર 26 ફૂટ વધ્યું, લોકોની હાલત કેવી થઈ?
USA : ટૅક્સાસમાં 45 મિનિટમાં જ નદીનું જળસ્તર 26 ફૂટ વધ્યું, લોકોની હાલત કેવી થઈ?
પ્રકાશિત

અમેરિકાના ટેક્સાસમાં અચાનક આવેલા ભારે પૂરના કારણે 15 બાળકો સહિત 51 લોકોનાં મૃત્યુ થયાં છે. ટેક્સાસ રાજ્યના વહીવટીતંત્રે જીવિત લોકોને શોધી કાઢવા બચાવ અભિયાન હાથ ધર્યું છે.

સ્થાનિક સમય મુજબ, શુક્રવારે સવારે અનેક લોકો ઊંઘી રહ્યા હતા, ત્યારે એક કલાકમાં ગ્વાડાલૂપ નદીનું જળસ્તર આઠ મીટર જેટલું વધી ગયું હતું.

કેર કાઉન્ટીના જણાવ્યા પ્રમાણે, લગભગ 850 લોકોને બચાવી લેવાયા છે, પરંતુ ઈસાઈ શિબિરનાં 27 બાળકો હજુ પણ ગુમ છે. કાઉન્ટીના શેરિફના કહેવા પ્રમાણે, દરેક વ્યક્તિ મળી ન જાય, ત્યાર સુધી બચાવ અભિયાન ચાલુ રાખવામાં આવશે.

સમર કૅમ્પ તથા મોબાઇલ હોમ સાઇટો વધુ પ્રભાવિત થઈ છે. ચોથી જુલાઈની રજા હોવાથી અનેક પર્યટકો અહીં પહોંચ્યા હતા.

હવામાન વિભાગે આ વિસ્તારમાં વધુ વરસાદ પડવાની આગાહી કરી છે, જેના કારણે હજુ વધુ પૂરની આશંકા સેવાઈ રહી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે તેમની સરકાર સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને રાહત અને બચાવકાર્ય કરી રહી છે. તે તપાસ અભિયાનમાં પણ મદદ કરશે તથા હૉમલૅન્ડ સિક્યૉરિટીના સેક્રેટરી ટૂંક સમયમાં ટેક્સાસ જશે.

ચોમાસું, વરસાદ, અમેરિકા, ટૅક્સાસ, પૂર, રેલ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન