જમ્મુ ઍરફોર્સ સ્ટેશનમાં બે વિસ્ફોટ કેવી રીતે થયા?

પ્રકાશિત

જમ્મુ ઍરપોર્ટના ટેકિનિકલ એરિયામાં એક જબરદસ્ત રહસ્યમયી વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં કોઈ નુકસાન તો નથી થયું પરંતુ ભારતની વાયુ સેના અને સુરક્ષાની રીતે આ વિસ્ફોટને મહત્ત્વનો ગણવામાં આવી રહ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ રાત્રે બે વાગે ટેકનિકલ એરિયામાં થયો જેનો ઉપયોગ ભારતીય વાયુ સેના કરે છે.

બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે બીબીસીના સહયોગી પત્રકાર રવિંદર સિંહ રૉબિનને જણાવ્યું હતું કે આ 'આતંકવાદી' હુમલા હતા.

તેમણે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે પોલીસની કામગીરીને કારણે વધુ એક હુમલો નાકામ બનાવાયો છે.

તેમણે કહ્યું , "જમ્મુ પોલીસે 5-6 કિલો વજનનો વધુ એક આઈઈડી કબજે કર્યો છે."

તેમના મત મુજબ પોલીસે એક મોટો હુમલાની યોજના નાકામ બનાવવામાં સફળતા મેળવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો