દિલ્હીથી ચેન્નાઈ
ભારતનાં શહેરોમાં ગરમીનો પારો કેમ વધી રહ્યો છે?
દિલ્હીથી ચેન્નાઈ
ભારતનાં શહેરોમાં ગરમીનો પારો કેમ વધી રહ્યો છે?
- બીબીસી વિઝ્યુઅલ એન્ડ ડેટા જર્નલિઝમ ટીમ દ્વારા
- ભારત
ભારતીય શહેરો વધુ ગરમ થઈ રહ્યાં છે, પરંતુ આ શહેરોમાં રહેતા તમામ લોકો સમાન રીતે ગરમી અનુભવતા નથી.
યુએસ જિયોલૉજિકલ સર્વે (યુએસજીએસ) પાસેથી પ્રાપ્ત લૅન્ડસેટ સેટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ સમાન શહેરના લોકો વચ્ચે સપાટીની ગરમીમાં તીવ્ર તફાવત દર્શાવે છે. લૅન્ડસેટ નાસા અને યુએસજીએસનું સંયુક્ત મિશન છે, જે પૃથ્વીની જમીનની સપાટીની તસવીરો પ્રદાન કરે છે.
તે તસવીરો દર્શાવે છે કે ઉદ્યાનો, વૃક્ષોનાં આવરણ અથવા જળાશયોની નજીકનાં સ્થળો કરતાં ગીચ ઈમારતો, કોન્ક્રીટવાળા વિસ્તારો વધારે ગરમ હતા.
આ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વર્લ્ડ બૅન્ક અને હાઉસિંગ તથા શહેરી બાબતોના મંત્રાલયના એક અહેવાલ મુજબ, ભારતમાં શહેરી વસ્તી 2020ના 480 મિલિયનથી લગભગ બમણી વધીને 2050 સુધીમાં 951 મિલિયન થવાની ધારણા છે. એ ઉપરાંત બધા પાસે ઠંડકની સગવડ નથી. ફક્ત 12.6 ટકા શહેરી ઘરો પાસે ઍરકંડીશનર્સ છે, જ્યારે 22 ટકા પાસે ઍર કૂલર્સ છે.
શહેરો કેવી રીતે ગરમ થઈ રહ્યાં છે
દિલ્હી
મુંબઈ
અમદાવાદ
ચેન્નાઈ
હૈદરાબાદ
શહેેર પસંદ કરો
નક્શો લોડ થઈ રહ્યો છે...
છેલ્લા બે દાયકામાં, ભારતીય શહેરોનો ઝડપથી વિકાસ થયો છે. બિલ્ટ-અપ વિસ્તારો વધ્યા છે, જ્યારે ઘણી જગ્યાએ લીલોતરી, ખેતીલાયક જમીન અને ખુલ્લી જગ્યાઓ સંકોચાઈ ગઈ છે.
રસ્તાઓ, ઇમારતો અને અન્ય માળખાકીય સુવિધાઓ જંગલો, ખેતરો અથવા જળાશયો કરતાં વધુ ગરમી શોષી લે છે અને છોડે છે. આ જ કારણ છે કે શહેરો ઘણીવાર તેમની આસપાસના વિસ્તારો કરતાં વધુ ગરમ થાય છે, આ પેટર્નને શહેરી હીટ આઇલૅન્ડ (ગરમીના ટાપુ જેવી) અસર તરીકે ઓળખવામાં આવે છે.
2024ના નેચર સિટીઝના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 2003 અને 2020ની વચ્ચે, ભારતીય શહેરો દેશના બાકીના ભાગો કરતાં લગભગ બમણા ઝડપથી ગરમ થયાં હતાં, જેમાં શહેરીકરણનો હિસ્સો લગભગ 38% હતો.
છેેલ્લા બે દાયકામાં શહેરનો કેવી રીતે વિસ્તાર થયો છે
આ નકશા 2000 અને 2020 વચ્ચે {{city-name}} બિલ્ટ-અપ વિસ્તારમાં વિસ્તરણ દર્શાવે છે. બિલ્ટ-અપ વિસ્તારોમાં ઘરો, વ્યાપારી ઇમારતો, ઔદ્યોગિક સ્થળો અને પાકા રસ્તા જેવા માનવસર્જિત માળખાંનો સમાવેશ થાય છે.

સમયની સાથે ઉષ્ણતામાનમાં કેવી રીતે વધારો થયો છે
મે 2026 ( દિવસનું મહત્તમ તાપમાન)
મે 2026 ( દિવસનું મહત્તમ તાપમાન)
મે 2026 ( દિવસનું મહત્તમ તાપમાન)
મે 2026 ( રાત્રિનું લઘુત્તમ તાપમાન)
મે 2026 ( રાત્રિનું લઘુત્તમ તાપમાન)
મે 2026 ( દિવસનું મહત્તમ તાપમાન)
સ્રોત અને પદ્ધતિ
અમેરિકન જિયોલૉજિકલ સર્વે (યુએસજીએસ) પાસેથી મેળવેલી લૅન્ડસેટ સેટેલાઇટ તસવીરોના ઉપયોગ દ્વારા લૅન્ડ સરફેસ ટેમ્પરેચર નકશા તૈયાર કરવામાં આવ્યા હતા. જે-તે દિવસે લેવાયેલી તસવીરોની પસંદગી તાજેતરના સમય, વાદળના આવરણ અને તે દિવસે તે શહેરના તાપમાનને આધારે કરવામાં આવી હતી. ગ્લોબલ લૅન્ડ ઍનાલિસિસ અને મેરીલૅન્ડ યુનિવર્સિટીની ડિસ્કવરી લૅબોરેટરી પાસેથી મેળવવામાં આવેલા જમીનના વપરાશ અને લૅન્ડ કવર ડેટાને આધારે શહેરી વિસ્તરણનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. શહેરોનાં દૈનિક તાપમાનના ડેટા ભારતીય હવામાન વિભાગના ગ્રિડેડ ડેટાસેટમાંથી મેળવવામાં આવ્યા હતા. દરેક શહેરના માસિક સરેરાશ તાપમાનની ગણતરી, ભારતીય હવામાન વિભાગ લાંબા ગાળાની સરેરાશ માટે જેનો ઉપયોગ કરે છે તે 1991-2020ના રેફરન્સ પીરિયડના સંદર્ભમાં કરવામાં આવી હતી. એ જ ગણતરીનો 2024, 2025 અને 2026 માટે, તાજેતરના તાપમાનના નૉર્મલ આંક સાથે સરખામણી કરવા માટે ફરી ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ક્રૅડિટ્સ
મેપ્સ, ડેટા અને શબ્દોઃ જાસ્મિન નિહલાણી
ડિઝાઇનઃ વાસિફ ખાન, યુજેન ચૌહાણ અને ચેતન સિંહ
એનિમેશનઃ વાસિફ ખાન
ડેવલપમેન્ટ: કાવેરી બિસ્વાસ અને પ્રીતિ વાઘેલા
ભાષાંતરઃ બીબીસી ગુજરાતી ટીમ
કચ્છમાં ધોમધગતા તાપ વચ્ચે અગરિયા કેવી રીતે મીઠું પકવે છે?
ઉનાળામાં એસી ફાટવાના કિસ્સા કેમ બને છે, આવા અકસ્માતો ટાળવા માટે શું કરવું જોઈએ?
ગુજરાત: આકરી ગરમીમાં ખેતીકામ કરતી મહિલાઓની કપરી સ્થિતિ