You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રૅક પર ફસાઈ ગયા પછી દીકરાને ચાલતી ટ્રેનથી બચાવવા પિતા બન્યા બાળકની ઢાલ
ટ્રૅક પર ફસાઈ ગયા પછી દીકરાને ચાલતી ટ્રેનથી બચાવવા પિતા બન્યા બાળકની ઢાલ
પ્રકાશિત
ઉપરથી પસાર થતી ટ્રેન અને નીચે બાથમાં લઈને બાળકની સુરક્ષા માટે સંઘર્ષ કરતા પિતા. આ દૃશ્ય કોઈને પણ ગભરાવી દે તેવું છે.
બાંગ્લાદેશના ભૈરબ રેલવે સ્ટેશનનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો છે. પિતા અને પુત્ર પ્લૅટફૉર્મના કિનારા અને રેલવે ટ્રૅક વચ્ચેની જગ્યામાં ફસાઈ ગયા હતા.
એવા જ સમયે ત્યાંથી ટ્રેન પસાર થઈ. એ સમયે પિતાએ દીકરાને બચાવવા માટે પોતાની સાથે દબાવીને પકડી લીધો. ટ્રેન પસાર થઈ ગયા બાદ ત્યાં રહેલા લોકોએ આ બંનેની મદદ કરી હતી.
આ ઘટનામાં પિતા કે બાળકને કોઈ મોટી ઈજા નહોતી થઈ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન