મુઝ્ઝફરનગરનાં કોમી રમખાણોનાં દસ વર્ષ બાદ પલાયન અને પીડાની કહાણી
સપ્ટેમ્બર 2013માં પશ્ચિમી ઉત્તર પ્રદેશના મુઝ્ઝફરનગર જિલ્લાના એક ગામમાં મુસલમાન અને હિંદુ યુવકોની હત્યાની ઘટના બાદ ઉદભવેલા સાંપ્રદાયિક તણાવને લીધે મોટા પાયે હુલ્લડો થયાં હતાં.
આમાં સાઠથી લોકો માર્યા ગયા હતા. જેમાં હિંદુ અને મુસલમાન બંને હતા. 40 હજારથી વધુ મુસલમાનો પલાયન થઈ ગયા હતા. એ હુલ્લડમાં વિખરાઈ ગયેલા આ લોકો ફરી પોતાના ગામ આવી નથી શકયા.
આ હુલ્લડોની અસર ભારતની રાજનીતિ પર પણ થઈ. ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર અને રાજયની સત્તામાં આવી. પરંતુ જે લોકોના ઘર બરબાદ થઈ ગયા સ્વજનો ગુમાવ્યા તેમની પીડા અંતહીન ચક્રમાં ફસાઈને રહી ગઈ.
સપ્ટેમ્બર 2013માં સાંપ્રદાયિક હિંસાની આગમાં મુઝ્ઝફરનગર અને શામલી જિલ્લના કેટલાય ગામ હોમાઈ ગયા. આ હુલ્લડોમાં 60થી વધુ લોકો માર્યા ગયા. જેમાં હિંદુ મુસલમાન બંને હતાં. પત્રકાર રાજેશ વર્મા સાતમી સપ્ટેમ્બરની હિંસાને કવર કરતા માર્યા ગયા હતા. દસ વર્ષ બાદ પણ તેમનો પરિવાર આ આઘાતમાંથી બહાર નથી આવી શકયો.
27 ઑગસ્ટ 2013ના મુઝ્ઝફરનગરના કવાલ ગામાં હિંસાની એક ઘટનામાં શહનવાઝ સચીન અને ગૌરવ નામના યુવકોની હત્યા થઈ ગઈ. આ એક અપરાધિક ઘટના હતી. પરંતુ મુસલમાન અને જાટ યુવકોની હત્યાએ આ વિસ્તારમાં તણાવ ઊભો કરી દીધો. કેટલીય મહાપંચાયતો બેઠી અને આક્રોશ વધતો ગયો. 7 સપ્ટેમ્બર 2013ના યોજાયેલી મહાપંચાયત પછી મોટા ધોરણે હિંસક ઘટનાઓ થઈ.
મુઝ્ઝફરનગર હુલ્લડના મામલે ગઠિત SITએ 510 કેસની તપાસ કરી હતી. માત્ર ત્રણ મામલામાં હાલ સુધી અદાલતમાં સજા સંભળાવવામાં આવી છે
મુઝફ્ફરનગર હવે 2013નાં રમખાણોથી આગળ વધી ગયું છે. હિન્દુ-મુસ્લિમ વચ્ચે જે વૈયમનસ્ય ઉદભવ્યું હતું તે પણ હવે ઘટી રહ્યું છે.
પણ સવાલ એ પણ છે કે જે લોકોએ હુલ્લડોનો માર સહ્યો, જેમના ઘર વિખેરાઈ ગયા તેમને કયારેય ન્યાય મળી શકશે ખરો?


ટેક્સ્ટ

સબહેડ
ટેક્સ્ટ

સબહેડ
ટેક્સ્ટ

સબહેડ
ટેક્સ્ટ
સબહેડ
ટેસ્ક્ટ





